WHO AM I ?                               


આપણે જેને 'હું' તરીકે સંબોધીએ છીએ તે 'હું' એટલે કે 'Self' એટલે કોણ ? આ પ્રશ્નનો જવાબ દરેક આદ્યાત્મિક સંપ્રદાય લગભગ સમાન આપે છે 
  •  "હું એટલે આત્મા " વ્યક્તિગત આત્મા પોતાને અન્યોથી અલગ અસ્તિત્વ તરીકે વર્તે તેને 'હું ' કહી સંબોધાય છે. 
  • આ આત્મા રૂપ, રંગ, ગંધ કે આકાર વગરનો ચેતનાનો અવિનાશી પુંજ છે અને તે શરીર, મન, બુદ્ધિ અને અહંકાર થી ભિન્ન છે. આત્માની હાજરી શરીરમાં હોવાથી જ શરીર ચેતનવંત અને જીવંત રહે છે.
  • આ સમજુતીની રજુઆતમાંથી વળી એક બીજો પાયાનો પ્રશ્ન ઉભો થાય છે - આ ચેતના એટલે શું ? જે આપણે આગળ સમજીશું.
  • આ આત્મા જ્યારે માનવ શરીર ધારણ કરે છે ત્યારે તેને જીવાત્મા કહે છે. અહીં સુધી લગભગ બધા પંથ અને વિદ્વાનો એક મત છે પરંતુ 
  • આ આત્મા ક્યાંથી આવે છે? 
  • આત્મા જન્મ ધારણ કેમ કરેછે? 
  • મૃત્યુ પછી તે ક્યા જાયછે અને કેવા સંજોગોમાં રહેછે? 
  • આત્મા વારંવાર જન્મ મરણના ચક્કર કાપે છે તે પોતાની મરજી થી કે પછી કોઈ તેને આ માટે ફરજ પાડેછે? 
  • આત્મા માટે જીવન સુખદ અને ઇચ્છનીય છે કે દુખદ અને અનિચ્છનીય? આ બધી બાબતોમાં આદ્યાત્મિક ફિલસુફીમાં ઘણા મત-મતાંતર જોવા મળે છે. 
આત્મા વિષે સમજુતી આપતા કેટલાક વિદ્વાનો તેને પરમાત્માનો અંશ - બધી રીતે પરમાત્મા જેવા ગુણ ધારણ કરનાર માને છે તો કેટલાક તે બંને ને ભિન્ન ભિન્ન માને છે.

આત્મા અને પરમાત્મા બંને જ્ઞાનરુપ ચેતનાથી બનેલ છે તે બાબત સમજવામાં ખાસ તકલીફ પડે તેમ નથી કારણ સમાન ગુણધર્મો વાળા પરંતુ સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકે પરંતુ આત્મા પરમાત્મા નો અંશ હોય તે બાબત તેના અન્ય વર્ણન અને ક્રિયા-કલાપો વિષે વધુ વિશ્લેષણ કરતાં જુદી બાબતો સામે આવે છે. 

આગળ વાંચો