આપણે અગાઉ જોયું કે આત્મા આ જગતમાં માનવતાના ઉચ્ચ ગુણ શીખવા આવે છે. એવા ગુણ જે માત્ર માનવી જ ધારણ કરી શકે છે. આ ઉચ્ચ ગુણો માના કેટલાક નીચે મુજબ છે : પ્રેમ : દરેક પ્રત્યે નિર્વાજ્ય પ્રેમ - કોઈ બદલાની અપેક્ષા વિના સહુ માટે શુભ ભાવના - બીજાને સુખ આપવાની કોશિષ દયા : સર્વ જીવ માટે સહ્રદયતા અને કરુણા અનસૂયતા: અનસૂયતા એટલે દરેકમાંથી પ્રદર્શિત થતા ઉચ્ચ ગુણ માટે સન્માન અને કોઈના'ય પ્રત્યે ઈર્ષા ભાવનો સદંતર અભાવ. અસ્પૃહા : પદ, પ્રતિષ્ઠા કે સંપત્તિ પ્રત્યે કોઈ જાતની ઈચ્છા કે લાલસા ન રહે. ક્ષાન્તી : ક્ષમા અને સબુરી માટેની અનંત ક્ષમતા મંગળ : જીવમાત્રનાં શુભ અને કલ્યાણ માટેની ભાવના |