unmanifest2જ્યારે આપણે મનોચેતનાના બીટા તરંગો થી મંદ તરંગોમાં એટલે કે થેટા તરંગો ના આયામ ઉપર ઉતરીએ છીએ ત્યારે અતીતની દુનિયામાં ડોકિયું કરી શકીએ છીએ. આપણી માન્યતાઓ, ડર, ફોબિયા, ક્રોનિક બીમારીઓ વગેરે માટે કારણભૂત ઘટનાઓ ની યાદ અહીં સંગ્રહિત હોય છે. અર્ધજાગૃત મન માં રહેલ અતીત ની આ સ્મૃતિઓ નું જ્ઞાન થાય ત્યારે જાગૃતમનથી જે કોઈ કાળે ઉકેલી શકાય નહિ તેવા કોયડા ઉકેલી શકાય છે. આ અવસ્થામાં હયાત જીવનના અતીત ની સાથે સાથે પૂર્વજન્મ ની ઘટનાઓ પણ જાણી શકાય છે. કેટલાય મૂંઝવતા પ્રશ્નો ના જવાબ અહીંથી આપણે મેળવી શકીએ છીએ. જેમ કે :-

 • સારું શું છે ને ખોટું શું છે તે જાણ્યા પછી અને નિર્ણય કર્યા પછી પણ સારું કેમ અપનાવી શકાતું નથી અને ખોટું કેમ છોડીદઈ શકાતું નથી?
 • તબિબી પરીક્ષણ માં કોઈ કારણ ન પકડાય તેમ છતાં કેમ અમુક પીડાથી આપણે મુક્ત થઇ શકતા નથી?
 • કોઈની સાથે સાવ સરળ રહીએ તોય કેમ મિત્રતા થતી નથી અને કોઈની ઉપર વગર કારણે હેત કેમ થઇ આવે છે?
 • દેખીતિ રીતે કાઈ ખોટું કર્યું હોય નહિ અને છતાં કેમ જાત જાતની આધી, વ્યાધી, ઉપાધિઓ આપણો છેડો છોડતી નથી?
 • દેખીતી રીતે જ જ્યારે આપણે આવા મૂંઝવતા પ્રશ્નો નો ઉત્તર મેળવી શકીએ ત્યારે જ તેને દૂર કરવામાં સફળતા મેળવી શકીએ છીએ. આમ અવ્યક્ત ને જાણવાથી આપણી જીવન યાત્રા સરળ બની શકે છે. 
વળી આપણે મનોચેતના ના વધુ ધીમા તરંગો ના આયામ ઉપર પહોંચી શકીએ તો બાળપણ અને પૂર્વજન્મની ઘટનાઓથી પણ પર; મૃત્યુ અને બીજા જન્મની વચ્ચે ના ગાળામાં એટલે કે આત્મિક આયામ - Spirit world માં મહાત્માઓ સાથેના સંસર્ગમાં થયેલ અનુભવો ની સ્મૃતિ તાજી કરી આપણા આધ્યાત્મિક સ્વરૂપ અને જીવન ઉદ્દેશ્યને તાદૃશ કરી શકીએ છીએ. આ અનુભવની મદદ થી આપણે જાણી શકીએ છીએ કે :-
 • મૃત્યુ પછી શું થાય છે?
 • સ્વર્ગ અને નરક જેવું કાઈ છે કે કેમ?
 • જીવન યાત્રામાં આપણા બીજા કયા આત્મિક સાથીઓ છે 
 • 'હું કોણ છુ ?' 
 • આ જગતમાં મારો જન્મ કેમ થયો છે?' 
 • મારા જીવન નો ઉદ્દેશ્ય શું છે?
સામન્ય રીતે જે અવ્યક્ત હોય છે તે પરિબળોનું જ્ઞાન થવાથી દુન્વયી કષાયો ને કાપવાની આપણી ક્ષમતા વધે છે. જીવનની અનંતતા વિષે શ્રદ્ધા પેદા થવાથી અજુગતી અધીરાઈઓ અને શુલ્લક બાબતો માટે થતા કલેશો શાંત થઇ જાય છે અને આ સુંદર સંસારની લાક્ષણિક ખૂબીઓ અને માનવતાના ઉચ્ચ ગુણ શીખવાની આપણી સફર સાર્થક કરી શકીએ છીએ.

આપણે એ સમજને દ્રઢ કરવાની છે કે વારંવાર આ જગતમાં આવવું તે કોઈ દુખ જનક બાબત નથી કે નથી કોઈ સજા. આતો આપણી Study-Tour છે. અહી આવીને આપણે આપણા અન્ય આત્મિક સાથી જીવાત્માઓ સાથે આ સંસારની ખૂબીઓ અરસપરસ શીખતા-શીખવતા ઋણાનુબંધ આટોપતા જઈએ તેવી એક અદભૂત વ્યવસ્થા નો લાભ લેવા પ્રમાણિત (Qualified) થયા છીએ તેનું ગૌરવ અનુભવવાનું છે.

સાધારણ રીતે જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે માણસે જે ઉચ્ચ ગુણ શીખવાની દિશામાં પ્રવૃત થયો હોય છે તે તેના માર્ગથી ભટકી જાય અથવા તેનો સમય અને શક્તિ આ મુશ્કેલીઓ હટાવવામાં વપરાઈ જાય તેવું બની શકે છે - જો આપણે અવ્યક્તમાં ડોકિયું કરી અદ્રષ્ટ પરિબળો ને જાણી શકીએ તો આપણી સફર સરળ થઇ શકે છે.

પાછલા જન્મોની ઘટનાઓના અનુભવ - વેદના વગેરે ના કારણોની સ્મૃતિ જાગૃત મન પાસે હોતી નથી અને તે અધુરપ ને કારણે ગુણ ગ્રહણ કરવાની કવાયતમાં સાતત્ય જળવાઈ રહેતું નથી. આ કારણે અનેક સંતાપો સહેવાના થાય છે. આ ઉણપ આપણે અવ્યક્ત વિષેનું જ્ઞાન મેળવી દૂર કરી શકીએ છીએ.