special offer3



જવાબ તમારે આપવાનો છે.. બૂકિંગ કરાવશો ?

મને ખબર છે તમે શું કહેશો..

" મને કાંઇ હડકાયું કૂતરું થોડું કરડ્યું છે કે હું આ કાર ખરીદું.? જે કાર મારા પોતાના કામ માં ના આવે તે કાર લઈ ને હું શું કરવાનો ...!!

શાબાશ.. આ મિકેનિકલ કાર - વાહન બાબતે તો તમે ઉપયોગ અને તમારા પ્રયોજન વિષે જાગૃત છો..

પણ જરા વિચારો.. આ શરીર તે પણ તો આપણું વાહન જ છે ને..?

તો તેને દિવસ રાત ફેરવીએ છીયે ત્યારે આપણે આપણું પ્રયોજન ચકાસીએ છીએ..?

જેમ :
  • પેટ્રોલ પંપ ઉપર તો આપણે એટ્લે જઈએ છીએ કે ગાડી છે માટે પેટ્રોલ ની જરૂર પડે છે.. 
  • ગાડી છે એટ્લે જ વર્કશોપ માં જવું પડે.. 
  • એટ્લે જ RTO જવું પડે.. 
  • એટ્લે જ દંડ ભરવા જવું પડે.. 
આ કાંઇ તમારી જાતની જરૂરત નથી..

તેવી જ રીતે તમે તમારું શરીર છે એટ્લે જ કરવું પડે તેવા હેતુઓ માટે જ શરીરરૂપી વાહન દોડાવે જતાં હોવ એવું તો નથી બની રહ્યું ને ?

જરા તમારી પોતાની રોજનીશી ચકાસો.. જુઓ કે કેટલા કામ શરીર હોવા માત્રના કારણે કરવા પડે તેવા તમે કરી રહ્યા છો..?

બહુ ક્ષોભજનક બાબત છે કે મોટે ભાગે આખો દિવસ આપણે એવા જ કામ કરતાં હોઈએ છીએ કે જેનો સંબંધ કે પ્રયોજન આપણાં શરીર ધારણ કરવા સાથે સાંકળેલ હોય છે. હવે જો અહી આવી ને શરીરનો ઉપયોગ માત્ર શરીરને લગતા કામો માટે જ કરીએ તો એ સવાલ તો ઉઠવો જોઈએ જ કે - શરીર ધારણ કરવાનું મૂળ કારણ કયું ? એ કયો હેતુ હતો કે જેના માટે આપણે શરીર રૂપી વાહનમાં સવાર થયા છીએ ?

જ્યાં સુધી આપણે જીવન નો મૂળ ઉદ્દેશ્ય શું છે ? કે પોતાના જીવન નું સ્વપ્ન શું છે તે બાબત જાગૃત થઈશું નહીં ત્યાં સુધી આ ખોટી રઝળપાટ ચાલુ રહેવાની છે..

Comments