| - સજીવ પોતાની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રીઓ મારફત અનુભવ અને વ્યવહાર કરે છે.
- દરેક સજીવ શરીર ની જન્મ, વિકાસ અને મરણની અવસ્થા હોય છે.
- દરેક શરીરને વાતાવરણ સામે તથા અન્ય સજીવોથી બચવું જરૂરી બને છે. અન્ય જીવજન્ત થી બચવા માટેની ક્રિયા સતત ચાલતી રહે છે અને તે માટે શરીરની પોતાની સંરક્ષણ વ્યવસ્થા હોય છે.
- શરીર ને સારી સ્થિતિમાં રાખવા માટે યોગ્ય પોષણ, વ્યાયામ અને આરામ જરૂરી હોય છે.
- શરીરની સ્વસ્થતા ઉપર સંવેદનાઓની અસર થાય છે.
સામાજિક જગતના ગુણધર્મો- અહી જે વધુ તાકતવર હોય તે આગળ વિકાસ કરેછે પર્યાવરણ સાથે અનુકુલન સાધી ઉત્ક્રાંતિ થાય છે. જેથી સજીવો એક બીજા ના સ્પર્ધક છે અને શોષણ વૃત્તિ જોવા મળે છે.
- Survival of the Fittest ના આ નિયમ ને કારણે જ દરેક સજીવ જગતના સંસાધનો નો optimum - મહત્તમ શ્રેષ્ઠતા પૂર્વક ઉપયોગ કરે છે.
- સજીવો અન્યોન્ય સહવાસ અને સામુહિક જીવન પસંદ કરે છે.
- દરેક સમૂહના સામાજિક જીવન વ્યવહાર માટેના વિશિષ્ટ નિયમો હોય છે. આ નિયમો સામાજિક રીવાજો કહેવાય છે.
સંવેદનાત્મક ગુણધર્મો - સજીવોમાં વાતાવરણ, પ્રકૃતિ તથા અન્ય સજીવો સાથે અરસપરસના સંસર્ગથી વિવિધ સંવેદનાઓ પ્રગટ થાય છે
- સામુહિક અનુભવો વ્યક્તિગત સજીવની સંવેદના ને પ્રભાવિત કરે છે.
- સામાજિક રીવાજો અને વ્યવહારને આધારે વ્યક્તિની ધારણાઓ, અપેક્ષાઓ, માન્યતાઓ અને ઈચ્છાઓ ઘડાય છે.
- પ્રકૃતિ સાથે અનુકુલન સાધવા માટે પરિશ્રમ કરવો પડે છે જે સજીવની આરામપ્રીયતા માટે બાધારૂપ હોવાથી કોઈ પણ ફેરફાર પીડાની સંવેદના પેદા કરે છે.
- દરેક વ્યક્તિના ગુણમાં જુદા જુદા સમયે રાજસિક, તામસિક તથા સાત્વિક ગુણનું સંયોજન જોવા મળે છે. આ સંયોજન અનુસાર તેની સંવેદના અને વ્યવહાર બદલાય છે.
- માનવીય સંવેદનાઓ ઉર્જાનું એક રૂપ છે. અને અરસપરસના વ્યવહારોમાં આ ઉર્જાની લેવડ-દેવડથી કર્મ અને તેનું ફળ બંધાય છે જેને આપણે ઋણાનુંબંધ કહીએ છીએ.
- માનવ જગતના બધા સારા અને નબળા ગુણ મૂળભૂત રીતે સંવેદનાઓ ના બનેલા હોય છે.
|
|
|