Properties of the world 2

continued...

જગતની ભૌતિક, સામાજિક તથા સંવેદનાત્મક લાક્ષણીકતાઓ

ભૌતિક જગતના ગુણધર્મો 

 • પૃથ્વી પરનું જીવન સૂર્ય અવલંબિત છે. આ બાબત કોઈ વિવાદ હોઈ શકે નહિ. તો પૃથ્વી પર આપણી સફળતાનો આધાર આપણે સૂર્યની ઉર્જાનો કેવો ઉપયોગ કરી શકીએ છીએ તેની ઉપર રહેશે. 
 • બીજું મહત્વનું પરિબળ છે - વાતાવરણ. વાતાવરણમાં રહેલ બધા વાયુ નું સુયોગ્ય સંયોજન આપણા જીવન માટે જરૂરી છે..
 • પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ફરે છે ઉપરાંત સુર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે. 
 • અહીં દરેક વસ્તુની બનાવટ પંચ-મહાભૂતો જળ-વાયુ-પૃથ્વી-આકાશ અને તેજ થી બનેલ છે. 
 • હબલ ટેલીસ્કોપ જેવા અવકાશ વિજ્ઞાનના આધૂનિક સાધનોવડે દૂર બ્રહ્માંડમાં જ્યાંસુધી આપણી પહોંચ થઇ છે ત્યાં સુધીમાં હજી કોઈ બીજો ગ્રહ આપણે જોઈ શક્યા નથી કે જ્યાં જીવન હોય.. જયારે આપણી આ પૃથ્વી પર તો જીવન માટે આવશ્યક અનેક સંજોગો નું અદભુત સહસ્તીત્વ પ્રગટ થયું છે. 
 • આપણા જગતનો અમૃત ગુણ સમજવા જેવો છે..જુઓ તો ખરા અહીં એક દિવસ વરસાદ આવેને માટી થોડી પલળે ત્યાંતો આખી ધરતી ઉપર કુણું ઘાસ લીલી ચાદર બની છવાઈ જાય છે ને કઈ કેટલા નાના મોટા કીટક પેદા થઇ જીવનનું મધુર સંગીત ગાવા લાગે છે.. 
 • પૃથ્વી અને સૂર્યમાળા એક મોટી પ્રણાલી (system) સ્વરૂપે અરસ પરસ જોડાયેલ છે એટલુજ નહીં બીજી અનેક ઉપ-પ્રણાલીઓ તેમાં જોડાયેલ છે. 
 • જગતની તમામ બાબતો દ્વન્દાત્મક (Duality) રીતે વ્યક્ત થાય છે. જેમ કે જ્યાં પ્રકાશ હશે ત્યાં અંધકાર પણ હશે જ. જ્યાં ઊંચાઈ હશે ત્યાં ઉંડાઇ પણ હશે. દરેક નું અસ્તિત્વ જ આ વિરોધાભાસ ઉપર આધારિત છે - એટલે કે જો ખીણ ન હોય તો પર્વતની ઊંચાઈ જણાશે નહિ.. અંધકાર ન હોય તો પ્રકાશ જાણી શકાશે નહિ.. 
સજીવના ભૌતિક ગુણધર્મો 
 • અહી ના દરેક સજીવ પાસે પોતાના વાતાવરણમાં જીવંત રહેવા જરૂરી શરીર વ્યવસ્થા છે.
 • અહીના સજીવો અન્ય જીવંત પ્રાણી નો આહાર બને છે તો કોઈનો આહાર તરીકે ઉપયોગ કરેછે. આમ અહી નું જીવન પરસ્પર અવલંબિત છે. અને એ રીતે વિવિધ જીવસૃષ્ટિ નું સમતોલન જળવાય છે. 
 • દરેક સજીવ શરીરને કુદરતી પ્રકૃતિજન્ય લાક્ષણીકતાઓ હોય છે અને તે તેની મનોચેતના ના અધિકારથી ઉપર કાર્યરત થઇ શકે છે. જેમકે તેના સ્વબચાવની (Instinct) વ્યવસ્થા, ભૂખ તરસ અને વંશવૃદ્ધિ માટેની હિલચાલ વગેરે સ્વ-સંચાલિત રીતે કાર્ય કરે તેવી રીતે ગોઠવાયેલ હોય છે
 • દરેક સજીવ પોતાના શરીરને આરામદાયક વાતાવરણ ઝંખે છે.
properties of world3

Comments