WHY THIS WEB SITE ?   

There are phases of life when for a prolonged period of time, we face challenging circumstances that cannot be acceptable to our common sense. Those are the phases that provoke inquiry into life's uncertainties and diversities. Some of the big questions keep arising occasionally e.g. :
  • How's that an honest person keep on suffering whereas another, apparently, indulging in all sorts of corruptions has every comfort to his command?
  • Hows that we feel very friendly with some whereas with some, we feel uncomfortable without any apparent reason?
  • Why miseries keep following us even when we do nothing wrong?
On very tragic events such as untimely demise of a loved one, we plunge into inquisitive about life after death.

When faced with such circumstances, we explore spirituality in a very shallow manner and ultimately end up confused with too many lose ends to our questions. It is observed that, rather than finding constructive solutions; we derive weaker conclusions, such as:
  • Life is a chain of miseries.
  • Ultimately, fate rules
  • Life is not real, its an illusion
  • Once we are here in the world, we have to pull on..
Under such circumstances, we are most likely to knock the wrong doors and add up to our disillusionment. Some fall prey to mysterious occult practices while some get involved with orthodox religious practices worshiping demigods and spirits of very low strata. We can very well see that they don't lead a better life as compared to an otherwise ordinary innocent person.
 
Following similar questions, I entered the field of spirituality. I studied books and scriptures, religions and philosophies and met a number of God-men and knocked utterly wrong doors. However, during all these, i could make out certain features of this domain, e.g., 
  • Many ambiguities including junk of confusing terms and notions have been allowed in this field leading to creation of different school of thoughts, bodies, sects, bands of misled ignorant people and batteries of cheaters and exploiters. 
  • The whole gamut of spirituality in its existing form, promotes a kind of disinterestedness and kills the perseverance and joy of living 
This site is an earnest effort to design and promote a pragmatic form of spirituality. I wish to provide a logical blue print so that aspirants like me can attest it and can be saved from falling prey into wrong hands.  
જીવનમાં જ્યારે ખાસ્સા લાંબા સમય સુધી વ્યાજબી ન કહી શકાય તેવી ઘટનાઓનો સામનો કરવાનો થાય ત્યારે જીવન ની વિષમતાઓ અને અનિશ્ચિતતાઓ વિષે જુગુપ્સ્તા થતી હોય છે. કેટલાક પ્રશ્નો આપણી સામે અવાર-નવાર ઉભા થતા રહે છે. જેમ કે :-
  • એક પ્રમાણિક રહી પુરુષાર્થ કરે તોય દુખી હોય અને બીજો ભ્રષ્ટાચારમાં સતત લિપ્ત રહેતો હોય તોય સમૃદ્ધિમાં આળોટતો હોય - એવું કેમ બને છે?
  • કોઈની સાથે સાવ સરળ રહીએ તોય કેમ મિત્રતા થતી નથી અને કોઈની ઉપર વગર કારણે હેત કેમ થઇ આવે છે?
  • દેખીતિ રીતે કાઈ ખોટું કર્યું હોય નહિ અને છતાં કેમ જાત જાતની આધી, વ્યાધી, ઉપાધિઓ આપણો છેડો છોડતી નથી?
વળી કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે 
  • મૃત્યુ પછીના જીવન વિષે જાણવાની જીજ્ઞાસા થાય છે.
આવા પ્રશ્નો ના ઉત્તર શોધવા ની ગડમથલ માં આપણે અલપઝલપ રીતે આધ્યાત્મ ને ખંખોળીએ છીએ અને છેવટે મોટે ભાગે ગૂંચાઈ જઈએ છીએ. અંગત અનુભવ મુજબ કંઈક આવા નિષ્કર્ષ નીકળતા જોવા મળે છે  :
  • જીવન એટલે દૂખો ની ઘટમાળ 
  • બધું પ્રારબ્ધ ને આધીન છે 
  • દુનિયા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા..  જીવન હૈ અગર જહર તો પીના હી પડેગા..
  • સંસાર માયા છે..
પરિણામે પ્રશ્નો ના ઉત્તર શોધવા નીકળેલ વ્યક્તિ પહેલા હતો એના કરતાં પણ વધુ ગૂંચાઈ જાય છે..નાસીપાસ અને હતાશ થઇ જાય છે..

કેટલાક વળી ગૂઢ આદ્યાત્મિક કે ધાર્મિક ક્રિયાકાંડોમાં પડી જાય તેવું પણ બને છે. એક સ્વસ્થ વ્યક્તિ જે ઉમંગથી જીંદગી જીવતો હોય તેની સરખામણીમાં આ વ્યક્તિ કોઈ બહેતર જિંદગી જીવતા હોય તેવું જરાય જણાતું નથી.

હું પણ આવા જ  પ્રશ્નોના ઉત્તર શોધતો શોધતો આધ્યાત્મિક ક્ષેત્રમાં પહોંચી ગયો ..આ પથ પર મેં વિવિધ શાસ્ત્ર અને ફિલોસોફી નો અભ્યાસ કર્યો..કઈ કેટલાક ગુરુ મહંતોને મળ્યો .. આશ્રમોના ઉંબરા ઘસ્યા. આ બધી પળોજણમાંથી કેટલીક બાબતો હું તારવી શક્યો :

મને છેવટે મહેસુસ થયું કે આદ્યાત્મ ને નામે ધર્મ, સંપ્રદાય,આશ્રમોએ તો જે અન્યથા સાવ સરળ અને સુગમ બાબતો હોવી ઘટે તેને માત્ર અટપટી જ નહીં પરંતુ લગભગ અસમ્ભાવી બનાવી દીધી છે.

જેવી વ્યર્થ રજળપાટ મારે કરવી પડી તેવી બીજા જિજ્ઞાસુઓને કરવી પડે નહીં તેવા આશય થી આ વેબસાઈટ બનાવી છે. 

આદ્યાત્મ ને ગૂઢ ને બદલે સરળ અને જે સામાન્ય વ્યક્તિના જીવનને ઉન્નત બનાવે તેવા રૂપમાં રજુ કરવાનો પ્રયાસ છે.

preface2