આદ્યાત્મ માર્ગ પર ના ભય સ્થાનો   *   Pitfalls on the Path of Spirituality


આગળ આપણે જોઈ ગયા કે સૌ પ્રથમ દરેક જિજ્ઞાસુ એ આદ્યાત્મ એટલે શું તે પોતાની રીતે સ્પષ્ટ કરી લેવાનું છે. આ સાથે આદ્યાત્મિક પથ ઉપર રહેલ જોખમો, ભયસ્થાનો વિષે સાવધાની કેળવવી પડશે. અહી આપણે આવી ગેરસમજ ઉભી કરનાર બાબતો વિષે વિચારીશું.

જિજ્ઞાસુની પોતાની અસ્પષ્ટતા અને અસમર્થતા *
આદ્યાત્મિક સંસ્થાઓની પોતાના ઉદ્દેશ્ય અને અભિગમ વિષે મોઘમ વાતો * આદ્યાત્મિક સંસ્થાઓ માટે સર્વ-સંમત કોડ ઓફ કંડકટ નો અભાવ. * આદ્યાત્મિક ગુરુઓ માટે કોઈ લાયકાતના ધોરણો નો અભાવ * જે તે આદ્યાત્મિક શાસ્ત્રો કયા સમયે અને કોના માટે છે તે બાબત અજ્ઞાન
જિજ્ઞાસુની પોતાની અસ્પષ્ટતા અને અસમર્થતા


તમે એક કરતા વધુ આદ્યાત્મિક સમૂહોના કાર્યક્રમોમાં હાજરી આપો તો એવા કેટલાય વ્યક્તિ મળી આવશે જેમને તમે બીજી સંસ્થાઓમાં પણ જોયા હોય. આવા અર્ધદગ્ધ જિજ્ઞાસુઓ બહુ મોટી સંખ્યામાં છે જે અહીં તહીં ફેરે ચડેલા  જોવા મળે છે. આદ્યાત્મિક પ્રવચનોમાં; યોગ-ધ્યાન-સમાધિની શિબિરોમાં; ચમત્કારિક બાબાઓના આશ્રમોમાં અને ધાર્મિક અનુષ્ઠાનોમાં આવા અનેક એકના એક માણસો આપણે જોઈ શકીએ છીએ.એક દિશામાં એક ઉદ્દેશ્યથી ઠરીઠામ થતા પહેલા ચકાસણી કરવામાં કાઈ ખોટું નથી પણ એ વિષે જાગૃતિ હોવી જોઈએ કે આપણે શું શોધીએ છીએ? આપણે ક્યાંક અહીં-તહીં ફરતા રહેવાની લતમાં તો નથી સપડાઈ ગયા ને?

પોતે શું શોધે છે તે વિષે જેઓ સ્પષ્ટ હોતા નથી તેવા કહેવાતા જિજ્ઞાસુઓ દંભી ધુન્તારાઓ માટે સુલભ શિકાર બનતા હોય છે. 

હું અનેક મિત્રોને જાણું છું જેઓ માને છે કે તેમને આદ્યાત્મ માં રસ છે પણ ધ્યાનથી જોઈએ તો માલુમ પડે છે કે તેમની વૃત્તિ સ્પષ્ટ હોતી નથી. ક્યારેક તેઓ 
  • ધાર્મિક કર્મકાંડોમાં પડેલા હોય છે તો કેટલીક વાર 
  • સાવ શુષ્ક બનાવી દે તેવી યોગીક સાધનાઓ માં પડેલા હોય છે. 
  • કેટલાક ની આધ્યાત્મિકતા તો સાવ પ્રમાદી હોય છે એટ્લે કે તેમને માત્ર આધ્યાત્મિક ચમત્કારોની વાતોના વડા કરવામાં જ મજા આવતી હોય છે. 
  • સાધના કે જે તે પદ્ધતિને સારી રીતે સમજવાનો પરિશ્રમ કરવા તેઓ કદી પ્રવૃત્ત થતા નથી. 
  • કેટલાકમાં જીજ્ઞાસાવૃત્તિ ને બદલે કૌતુક અનુભવવાનું જોર વધુ હોય છે.. કોઈ પણ વાત જેમાં સામાન્ય બુદ્ધિ ને પડકાર જેવું દેખાતું હોય તે તરફ તેઓ ખુબ અહોભાવથી ખેંચાઈ જાય છે. 
  • કેટલાક ચાલાક માણસો વળી આવા સમૂહોમાં એટલામાટે જ ભળતા હોયછે કે જેથી આ મોટા સમૂહમાંથી વેપારી લાભ ઉઠાવી શકાય - વીમા એજન્ટો, વીસી એજન્ટો, એમવે ના એજન્ટો આના પ્રત્યક્ષ ઉદાહરણો છે.
  • સાધકો અને અનુયાયીઓ ના મોટા સમૂહ ને જોઇને લોકશાહીના રાજકીય નેતાઓ પણ ગુરુઓની આરતી ઉતારવા આવી જાય છે - બહુ ચતુર છે આ લોકો. તેમને આદ્યાત્મ થી કોઈ લેવા દેવા નથી. તેઓ તો આ મોટા સમુહને પોતાની વોટ બેંક માં ફેરવવાના ફિરાકમાં હોય છે. તેમને ખબર છે કે મુગ્ધ મન વાળાઓને વશ કરવાનું સરળ રહેશે. 
  • આવા આડકતરા લાભ બીજા લઇ જાય તે જોઇને સંસ્થાઓના પોતાનાજ મોંઢામાંથી લાળ ટપકવા લાગે તે સ્વાભાવિક છે - તેમણે પોતેજ સાધકો માટે આસન, અગરબત્તી થી માંડી શેમ્પુ સાબુ અને શક્તિ-જોમ વર્ધક પાક અને દવાઓ બનાવીને વેચવાનું શરુ કરી દીધું છે.
I have tried different spiritual practices promoted by different groups and based upon my own experience; I wish to share some of the points where a Seeker needs greater care.

I will be writing this blog in parts: About Seeker, About System and about Masters

Logic In Spirituality


An intelligent and learned man skilled in arguments for and against the scriptures is truly entitled to spiritual quest.

The man who has power of discrimination to know the real and unreal and who has turned his mind away from the unreal, who has attained calmness and allied virtues and who has longing for liberation, such a seeker alone is qualified to know the Brahmam.


About Seeker

I would suggest that every spiritually inclined person should examine if vulnerability towards any of the following is present in one’s own case. This awareness is particularly crucial in Indian environment because of religious faith and belief in miracles is more predominant.

  • Clarity of Objective

Before beginning to follow any system/cult or a master; it is always wise to clearly outline one’s own understanding about some of the basic things  because, these are the things you will need in assessing the worth of your move and the worth of the system or the master :

One’s own understanding about
o ‘spirituality’
o Self
o Soul
o Purpose of life
o God
o How can spirituality help you attaining your purpose of life

Believe me, if you go without this clarity, you are most likely to find yourself trapped into groups leading nowhere. In absence of such a meaningful check-list; it is most likely that you may form wrong notions in the name of divinity and spirituality.

What is my current state of life? Happy or Disappointed?

During a dull state of mind; one’s sense of judgement and discretion are impaired. One may easily fall prey to misconceptions. The spiritualists and so-called gurus are very clever in exploiting this situation.

I have personally seen that the masters, during initial phase of contact, eagerly scan for symptoms of emotional weakness of the visitor. The susceptibility to exploitation is the parameter of admission..! They lose interest in the visitor the very moment he shows that he does not seek miraculous help on any bothering emotional issue.

The masters always claim that they deal with the Sat-Chit-Anand state of the spirit but they value the disciples who are emotionally weak.
Needless to say, they have nothing to do with any enlightenment or awakening of the disciple. They are interested only in the continuance of unhealthy state of mind of the disciples.

CONT..