our spiritual heritage4જીવન એક અદભૂત પ્રવાસ હોય તેવો ઉત્સાહિત કરનાર અભિગમ ક્યાય નથી. તેનાથી વિપરીત જીવન દૂખ અને પીડાથી ખદબદતું દોઝખ હોય અને તેમાં કોઈએ માણસને બળજબરીથી હડસેલી મુકેલો હોય તેવું વર્ણન ખુબ પ્રચુર રીતે શાસ્ત્રોમાં જોવા મળે છે. એમ ન હોય તો "હેય અને હેય હેતુ - હાન અને હાનોપાય જેવા દુખ કેન્દ્રિત સિદ્ધાંતોથી જ કેમ આદ્યાત્મ શરુ થાય છે ?

અહીં મને એક બનાવની વાત કહેવી છે. એક ભાઈ એ મોટો બંગલો બનાવ્યો. બંગલાના પ્રવેશ પહેલા વાસ્તુ પૂજા ના પ્રસંગમાં મહેમાનો આવેલા. નવું મકાન હોય એટલે સહુ અહીંતહીં ફરીને જોતા હોય તે સ્વાભાવિક છે. હવે બન્યું એવું કે એક મહેમાન ભાઈ બહાર બગીચામાં ઝૂલો, મોટો વરંડો, મહેમાન કક્ષ, બાળકોના કક્ષ, સુવાના ઓરડા, અગાસી, ઝરૂખા બધું જોઈ વળ્યા પછી બાથરૂમ માં ઘુસ્યા... વધુ મહેમાનો આવે એટલે બાથરૂમ વાપરનારા સફાઈ માટે ખાસ કાળજી લેતા હોતા નથી. એવું જ અહીં પણ બનેલુ. હવે આ ભાઈ એ તો બહાર આવી એનાઉન્સમેન્ટ કર્યું..
" ભાઈ બંગલો ગંધાય છે બહુ...!"

હવે આ ભાઈ ના વિવેક ને આપણે શું કહીશું ? બંગલાની કોઈ સુંદરતાની કદર ન થઇ - માત્ર બાથરૂમ ઉપર જ ફોકસ કરો તો આવુંજ થાય ને..!

શું આવુજ કઈક આપણા શાસ્ત્રોમાં જોવા નથી મળતું ? જગતની કુદરતી સુંદરતા અને માનવ સંબંધોના પ્રેમ વગેરે કશું તેમને ગમ્યું નહિ? માત્ર દુખ ઉપર જ તેમનું ફોકસ કેમ રહ્યું હશે ?

આપણે જ્યારે આપણાં આદ્યત્મિક વારસા ની વાત વિચારીએ ત્યારે માત્ર હિન્દુ ધર્મ શાસ્ત્રો નહીં પણ જૈન અને બૌદ્ધ દર્શન નો પણ વિચાર કરવો પડશે. આ ધર્મના દાર્શનિકો ની જિજ્ઞાસા ઉપનિષદથી બહાર જઈ ને આદ્યાત્મ ને ખંખોળે છે. પરંતુ અહી પણ આદ્યાત્મ દુખ ની ધરી ઉપર ચક્કર મારતું હોય તેવું લાગે છે. શરીર ને પીડા આપી ને અથવા જે જગતમાં આપણે આવ્યા છીએ તેને કંખોડીને ભૌતિક વાસ્તવિક્તામાંથી સરકી જવાની પલાયન વૃત્તિ જોવા મળે છે.

કદાચ એવું બને કે સંસારથી દુખી વ્યક્તિઓએ જ આદ્યાત્મિક ક્ષેત્ર ઉપર કબજો જમાવેલો હોય. એક સુખમાં આળોટતા રાજકુમારની દ્રષ્ટિ જગતના સાધારણ કુદરતી અવસ્થાવાળા દુખ - બિમારી - વૃદ્ધાવસ્થા અને મૃત્યુ ઉપર પડી ગઈ.. અને પડી તો એવી પડી ગઈ કે આખો સંસાર દુખરૂપ છે તેવો જ પ્રચાર આખી જિંદગી કરતા રહ્યા. સાવ નિરાશાવાદી અને ભાગેડુવૃત્તિ વાળો અભિગમ આવા આદ્યાત્મવાદીઓનો હોય છે તે આપણે જોઈ શકીએ છીએ..

જૂની ફિલ્મોના ગીતકારો અને ગાયકો એ આપણને ઉદાસીનતા ની ભેટ આપી પોતાની ખ્યાતી વધારી તેવું જ આ શાસ્ત્ર રચયિતાઓનું તો નહીં હોય ?

Comments