our spiritual heritage3આપણાં શાસ્ત્રોમાં વ્યક્તિને અનુલક્ષીને આદ્યાત્મ નો જે પ્રાયોગિક વિભાગ છે તે યોગ છે. અને યોગ વિષેનું જ્ઞાન ભાગવદ ગીતા અને પાતંજલ યોગ સૂત્રમાં જોવા મળે છે. ભાગવદ ગીતામાં યોગ નું વિહંગાવલોકન છે જ્યારે માર્ગદર્શિકા જેવુ જ્ઞાન પાતંજલ યોગ સૂત્રમાં છે. તેથી આપણે પાતંજલ યોગ સૂત્ર પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. આ સૂત્ર બહુ સંક્ષિપ્ત અને ગૂઢ છે.

આપણો પ્રયાસ એ તપાસવાનો છે કે વ્યક્તિ માત્ર સમાધિ લગાવીને જીવન થી દૂર થઈ જાય તેવું નહીં પણ શું શરીરમાં રહીને વ્યક્તિ વ્યાવહારિક જીવનને સાર્થક કરી શકે તેવું કાંઇ ઉપયોગી આદ્યત્મિક જ્ઞાન તેમાથી મળી શકે તેમ છે? સૂત્ર નું અર્થઘટન કરવામાં જે આદ્યાત્મ વિષે નવો પાશ્ચાત્ય વિદ્વાનોનો અભિગમ છે તે પણ ધ્યાનમાં રાખીશું.

મેં ખુબ સરળ રીતે શોધવાનો પ્રયાસ કર્યો કે આપણા શાસ્ત્રો મુજબ આદ્યાત્મ કે માનવ જીવનનું લક્ષ્ય શું સૂચવવામાં આવે છે? આ પ્રશ્નથી શરૂઆત કરવી જરૂરી છે જેથી આપણે તપાસી શકીએ કે જીવન વિષે કોઈ ઉમદા ઉદ્દેશ આપણા શાસ્ત્ર આપે છે કે નહીં. અગર જીવન વિષે કોઈ ઉચ્ચ લક્ષ્ય હોય નહીં તો એવા શાસ્ત્ર આપણને પ્રગતિના પંથે લઇ જઈ શકે નહીં.

અફસોસ કે ઉપરના પ્રશ્ન ના જે જવાબ મળ્યા તે સંતોષજનક કહી શકાય તેવા નથી. આપ આ સાઈટ ઉપર આ લેખ વાંચી રહ્યા છો એટલે એક વાત તો નક્કી છે કે આપને પણ આદ્યાત્મમાં રસ છે. તો અત્યાર સુધી શાસ્ત્રોએ જે શીખવ્યું તેનું તટસ્થ અવલોકન કરી શકો તે માટે કેટલાક મુદ્દા અહીં આપેલ છે :-

જીવન નું લક્ષ્ય, જીવન વિરોધી કેવી રીતે હોઈ શકે? કોઈ વ્યક્તિ કોઈ રમત રમતો હોય અને તમે પૂછો કે શા માટે રમો છો? અને તે એવો જવાબ આપે કે " બસ રમત માંથી છૂટી જવા.. " તો હું ચોક્કસ કહી શકું કે તમે હસવાનું રોકી નહીં શકો..!

Comments