our god

    


બ્રહ્માંડ નાયક જેવી કોઈ સત્તા છે ? અને હોય તો 
તે આપણા ઈશ્વર વિશેના અનુમાનો સાથે કેટલું સામ્ય ધરાવે છે? 
ઈશ્વરના ગુણધર્મો વિષે આપણાં અનુમાનો જો તપાસીએ તો ખબર પડે કે - આપણી સમજ પાંચ ઇન્દ્રિયોએ ભેગી કરેલ માહિતી અને તેની ઉપર મન દ્વારા કરેલ કલાપો ની પેલેપાર કેટલે વધુ દૂર સુધી જઇ શકે તેમ નથી.

ઈશ્વર વિષેની આપની માન્યતાઓ કેટલી સુદ્રઢ છે તે ચકાસવું હોય તો અહીં આપેલ સર્વે માં માહિતી ભરો :

 

વાસ્તવિક્તા તો એ છે કે ' ઈશ્વરને ' તકલીફ આપ્યા સિવાય માનવ સભ્યતા ના ઉપાર્જિત જ્ઞાન-અનુભવ ને શુભ નિષ્ઠાથી અનુસરી ને પણ આપણે જીવન ને વધુ ઉન્નત બનાવી શકીએ છીએ. કોઈ પણ સિદ્ધાંત કે માન્યતાને તેની ઉપર ધાર્મિક કે 'ઈશ્વર વચન' નું દબાણ મૂક્યા સિવાય સમજી અને અપનાવી શકાય તેમ હોય ત્યારે જ યથાર્થ માની શકાય.
" શું ઈશ્વર જેવું કોઈ અસ્તિત્વ છે? "
- શું આપણે આ પ્રશ્ન નો ઉત્તર શોધવો જોઈએ?

આ વિષય માં પડતાં પહેલા બે બાબતો ની સ્પષ્ટતા હોવી જરૂરી છે :

(a) આપણો એવો કયો હેતુ છે જે સિદ્ધ કરવામાં "ઈશ્વર" વિષે ની શોધ આપણને મદદરૂપ થવાની શક્યતા છે?

(b) ઈશ્વરના ગુણધર્મો વિષે આપણી શું અટકળો છે?

હવે થશે એવું કે આપણે પ્રશ્ન (a) નો જવાબ શોધવો હોય તો પહેલા પ્રશ્ન (b) વિષે પહેલા વિચારવું પડશે.

ઈશ્વર વિષેની આપણી માન્યતા જો આપણે ચકાસીએ તો અચરજ જેવુ થાય તેમ છે. જોકે મોટા ભાગના માણસો જિંદગીમાં ક્યારેય ઈશ્વર એટ્લે પોતે શું માને છે તે વિશ્લેષણ કરવાનું દુ:સાહસ કરતાં નથી.

બને છે એવું કે ખૂબ નાના હતા ત્યારે આપણને ઈશ્વર વિષે પ્રશ્ન થયેલા પણ આપણા વિડિલોએ અષ્ટમ-પષ્ટમ સમજાવી આપણી જીજ્ઞાસાની એસી કી તેસી કરી દીધેલી.. અથડાતા કુટાતા આપણે ઈશ્વર વિષે ભાંગી તૂટી સમજ માંડ માંડ બનાવી હોય છે. ધર્મ અને આદ્યાત્મના કહેવાતા ધુરંધરોએ આપણી આ અધકચરી સમજણ નો બરાબર લાભ ઉઠાવેલ છે.

અહી બે બોધ-વાર્તાઓ ની મદદ લેવી પડશે. બંને બહુ સરળ અને પ્રચલિત છે. એક - પાંચ આંધળાઓ હાથીનું વર્ણન કરે છે તે અને બીજી - દેડકાના બચ્ચા ને તેની મા હાથી કેટલો મોટો હતો તેનું પ્રમાણ બતાવવા જતાં પોતાનું ગળું ફુલાવી ફુલાવીને ફાડી નાખે છે તે.

જેની જેવી સમજ તેવું તેનું અનુમાન. આપણે દૂન્વયી જીવો હોવાથી ઈશ્વરને પણ આપણાં જેવો - સમજીએ છીએ માત્ર તેની શક્તિઓ આપણાં કરતાં વધુ હોય તેવું માનીએ છીએ. ખરે ખર તો આપણી મર્યાદાઓ માત્ર ઇંદ્રિયોની શક્તિ ને કારણે જ હોય તેવું નથી. આપણાં અભિગમ નો પાયો જ સામાજિક, ધાર્મિક, રાજનૈતિક વગેરે વાતાવરણમાં ઘડાયો છે તેથી તેના નિયમો, રિવાજો અને માન્યતાઓ આપણાં વિચાર અનુમાન, કલ્પના અને અપેક્ષાઓના ગાલિચાના વણાટ ના તાણાવાણા બની જાય છે. આ વાત આપણાં કર્મકાંડો માં અને પ્રાર્થનાઓમાં સાફ સાફ જોઈ શકાય છે. એટ્લે તો આપણે 'ખુશામત તો ખુદાને પણ પ્રિય હોય છે' તેવું કહીએ છીએ ને જાત જાતની ચાલાકીઓ આપણી પ્રાર્થનામાં કરતાં રહીએ છીએ. પ્રાર્થના કરીએ એટ્લે સીધે સીધી રીતે ઈશ્વરની તટસ્થતા અને કાર્યદક્ષતાને આપણે સંશયની કસોટીએ ચઢાવીએ છીએ.આપણે આટલે થી અટકતા નથી, આપણે તો ઈશ્વરને જાત જાતની સ્કીમ અને ઓફરો પણ કરીએ છીએ .. કદાચ આપણાં scam માં તેને સંડોવી દેવાની વૃત્તિ હોઈ શકે જેથી ઉપર આપણો ન્યાય કરવાનો આવે ત્યારે તે આંખ આડા કાન કરવા મજબૂર થઈ જાય...!!

થોડા દિવસ પહેલા એક જોક વોટસઅપ માં આવેલ. એક છોકરાએ શિવજી પાસે પોતાને એક બાઇક અપાવે તેવી પ્રાર્થના કરી. તેની સમય મર્યાદામાં બાઇક મળી નહીં.. હવે છોકરો શિવજી ઉપર ખીજવાયો .. તેણે પોતાના ઘરના દેવ-ઘર માથી ગણેશજી ની મુર્તિ ઉપાડી માળિયામાં ઊંચે સંતાડી આવ્યો..પછી શિવજી ને કહે .. "બાઇક લાઈએ ઔર બદલેમે અપના બેટા લે જાઈએ"... આપણે તો તેને છોકરું કહી હસી કાઢીએ છીએ .. પણ આપણે મોટા વડીલો શું આવું નથી કરતાં..??


Comments