આવીજ રીતે આદ્યાત્મ બાબતમાં આપણે આપણી જાતને એટલે કે ' હું ' ને સમજવો હોય તો તેનું વિશ્લેષણ સર્વાંગી રીતે કરવું જોઈએ. 

  • આ 'હું' જે છે તેનું સ્વરૂપ શું છે? 
  • તેના ગુણધર્મો શું છે? 
  • તેનું કાર્ય અને કાર્યક્ષેત્ર શું છે? 
  • તે કઈ પ્રણાલી (System) નો ભાગ છે? 
  • એ પ્રણાલીમાં તે અન્ય કોની સાથે કેવી રીતે સંબંધિત થાય છે ?

આપણે જાંણીએ છીએ કે અગણિત સૂર્ય, ગ્રહો અને નિહારિકાઓ થી બનેલ અનંત બ્રહ્માંડ આદ્યાત્મ નો તખ્તો છે અને તેના અણુ એ અણુમાં વ્યાપ્ત ચેતનારૂપ ઉર્જાને આપણે બ્રહ્મ કહીએ છીએ. 

આમ બ્રહ્માંડ જડ અને ચેતન એમ બે તત્વ નું બનેલ છે અને તેઓ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલ હોવાથી એક મહા-પ્રણાલી તરીકે વર્તે છે. (જોકે અહીં આ ભેદ માત્ર વ્યવહારિક પ્રમાણ ને આધારે જ છે. જેમ વધુ સુક્ષ્મ અવલોકન કરીએ તેમ ખબર પડે છે કે જડ જેવું કાંઈ છે જ નહીં. બધું ચેતન તત્વ થી જ બનેલું છે.) પૃથ્વી પરનું આપણું જગત એ આ મહા-પ્રણાલીની એક ઉપ-પ્રણાલી છે. 

આપણે જેને હું' તરીકે ઓળખીએ છીએ તે પણ બ્રહ્મ ની લઘુ આવૃત્તિ જેવો ચેતના પુંજ - આત્મા છે. બંને માં જે ફરક છે તે તેમની સત્તાના વિસ્તારમાં છે. બ્રહ્મની સત્તા સમગ્ર બ્રહ્માંડ ઉપર છે જ્યારે આત્માની સત્તા પોતાના અસ્તિત્વ પૂરતી છે. આ આત્મા આપણા જગતના જડતત્વ - પ્રકૃતિ સાથે સંયોગ કરીને જીવન ચક્ર માં કાર્યાન્વિત થાય છે ત્યારે જગતની મર્યાદાઓ ધારણ કરે છે અને તેને આપણે જીવાત્મા કહીએ છીએ. 

મૃત્યુ નજીકના અનુભવો અને પૂર્વ-જન્મ રીગ્રેસન ના અનેક અનુભવો માંથી જે કાઈ તારવવામાં આવ્યું છે તેના આધારે કેટલીક વિશિષ્ટ બાબતો આપણે સમજી શકીએ છીએ જે આપણી રૂઢીચુસ્ત આદ્યાત્મિક માન્યતાઓ અને સીદ્ધાન્તોથી ભિન્ન છે.

https://sites.google.com/site/pragmaticspirituality/properties-of-the-world