આ બંને શક્તિઓ જગતમાં જનસમુદાય સાચી રીતે પોતાના જીવનના હેતુ પરત્વે જાગૃત થાય નહીં તે માટે પ્રયત્નશીલ રહે છે. જેઓ પોતાના ધ્યેયની પૂર્તિ માં કાર્યરત ન હોય તેઓ અન્યના ધ્યેય ની પૂર્તિ ની કામગિરિમાં જોતરાઈ જાય છે તે એક સનાતન સિદ્ધાંત છે. 

આપણી શિક્ષા પ્રણાલી હોય, ધર્મ હોય કે રાજકારણ; આ બધા ક્ષેત્ર મૂડીવાદીઓના સહકાર અને પ્રભાવમાં ચાલે છે તેથી એવી વ્યવસ્થા જાણતા અજાણતા કરાય છે કે જેનાથી લોકોમાં ખોટી માન્યતાઓ પેદા થાય. તેની વિવેક શક્તિ ભ્રમિત કરવા માટે બધી જાતના પ્રચાર સાધનોનો ઉપયોગ નિરંતર થતો રહે છે. સરવાળે એવું વાતાવરણ બની ગયું છે કે લોકો પાસે પોતાના શ્રેય માટે વિચાર કરવાનો નથી સમય કે નથી જાગૃતિ. 

એક સમાધાન એવું બની શકે છે કે આપણે આદ્યાત્મ એક જુદું પરિમાણ હોય તેમ વર્તીએ છીએ તેના બદલે આદ્યાત્મને એક મીડીયમની જેમ કામમાં લઈએ - બીજા પરિમાણોને આ મીડીયમમાં રાખીને કામ કરીએ. એટલે કે આદ્યાત્મિક અભિગમ વાળી ભૌતિકતા..આદ્યાત્મિક માનસિકતા, આદ્યાત્મિક જાગૃતિ સાથેનું સામાજિક જીવન અને આદ્યાત્મ પ્રેરિત ધર્મ. ટૂંકમાં જીવનના તમામ ક્ષેત્ર વિષે આપણો અભિગમ આદ્યાત્મિક રહે (approach)


આદ્યાત્મ વ્યક્તિગત પ્રયોગશીલતા છે અને તેનો ઉદ્દેશ્ય સમગ્ર બ્રહ્માંડ ની બૃહદ પ્રણાલી (System) સાથે એક ચેતન અસ્તિત્વ તરીક આપણે કેવી રીતે જોડાયેલા છીએ તે સમજવાનો છે 

વ્યવહારુ આદ્યાત્મમાં આ વાત આપણે આ રીતે સમજી શકીએ - ધારો કે આપ કોઈ મોટર કાર ઉત્પાદન કરતી ફેક્ટરીના સામગ્રી વિભાગના ભંડારમાં ગયા અને કોઈ એક ઓજાર કે તેના પૂર્જા ને તપાસી તેના વિષે વિગતે જાણકારી મેળવો છો - તમે એક બોક્સ ખોલો છો અને તેમાંથી ગિયર તમારા હાથમાં આવેછે. 

  • આ ગિયર કેટલું મોટું છે ?
  • કઈ ધાતુનું બનેલ છે?
  • તેમાં કેટલા દાંતા છે? એટલી જ માહિતી ને સંપૂર્ણ કહી શકાય નહિઁ. તમને ખબર છે કે તમે મોટર કાર બનાવતી ફેક્ટરીમાં આવેલ છો તેથી બીજી બાબતો જાણવી જરૂરી બને છે. 
  • તે ચાલશે ત્યારે કેટલા RPM ફરશે 
  • મોટર કારમાં આ ગિયર નું ફંક્શન શું છે ?
  • તેનું અન્ય ગિયર સાથે કેવું અનુસંધાન થાય છે? 
  • ક્લચ સાથે જોડાય ત્યારે તેના ફંક્શનમાં શું ફરક થાય છે?
  • તેનું કામ બરાબર થઈ શકે તે માટે તેમાં કયું લુબ્રિકંટ લગાડવું પડશે? 
  • જે મુખ્ય ઉત્પાદનનો ગીયર એક ભાગ છે તે મોટર કાર નો ઉપયોગ શું છે?
need to know spirituality5