આ બધા પરિમાણો પર સફળતા માટે પોતાનું મૂળ આત્મિક સ્વરૂપ શું છે? અને જીવન નું લક્ષ્ય શું છે? તે બાબત ની જાગૃતિ હોવી તે પ્રારંભિક પૂર્વ શરત બની જાય છે. સ્વાભાવિક છે કે લક્ષ્ય ના અનુસંધાનમાં જ જુદા જુદા ક્ષેત્રમાં શું શું કરવું જરૂરી બને છે તે નક્કી થઈ શકે. અને જીવન નું લક્ષ્ય શું છે તે આદ્યાત્મિક જ્ઞાન દ્વારા જાણી શકાય છે. 

કરુણતા એ વાતની છે કે આપણે સહુ પહેલા અન્ય પરિમાણો પર વિકાસ કરવા દોડ્યા કરીએ છીએ અને આદ્યાત્મ ને સાવ નીચી પ્રાથમિક્તા આપીએ છીએ. મોટા ભાગના માણસોને તો આખી જિંદગી આદ્યાત્મ વિષે જિજ્ઞાસા સુદ્ધાં થતી નથી. આ જ કારણ છે કે લખલૂટ સમૃદ્ધિ ની ટોચ પર બેસેલ માણસો પણ સાચા અર્થમાં સુખનો અનુભવ કરવામાંથી વંચિત રહી જાય છે. 

આદ્યાત્મના જ્ઞાન સિવાય જીવન ને સંપૂર્ણ રીતે જીવી શકાય તેમ જ નથી. જેમ કોઈ મોટર કાર ના બધા ભાગ બહુ સરસ હોય પણ માત્ર સ્ટિયરિંગ હોય નહીં તો તે મોટર કોઈ નિર્ધારિત દિશામાં ગતિ કરી શકે નહિઁ તેવીજ રીતે આદ્યત્મિક જ્ઞાન વિના જીવન ને દિશા આપી શકાતી નથી. 

આદ્યાત્મિક જ્ઞાન વડે આપણે પોતાના સાચા આત્મ-સ્વરૂપ નો સાક્ષાત્કાર કરી શકીએ ત્યારે આપણને જ્ઞાત થાય છે કે જે કાંઇ અનુભવો થાય છે તે તો જગતના જે ગુણ નો અભ્યાસ કરવાના પોતાના એજેંડા મુજબ જ થાય છે. આ સકારાત્મક જ્ઞાન થાય ત્યારે જગત તરફ આપણે ઉદાસીન વૃત્તિ કેળવવામાંથી બચી શકીએ છીએ. સાચી સમજ આવે ત્યારે જગત મિથ્યા હોવાની ગેર સમજમાંથી બહાર આવી જીવન ને સાર્થક રીતે જીવવાની શરૂઆત કરી શકીએ છીએ. આપણી રૂઢિગત આદ્યાત્મિકતા નો ઢાંચો નકારાત્મક છે તેથી આ બાબત આપણાં માટે સમજવી ખાસ જરૂરી બને છે. 

હવે આ વાત આટલી સરળ હોય તો પછી એવું કેમ છે કે આપણાં વિદ્યાભ્યાસ વગેરેમાં આ બાબત વિષે જાગૃતિ કેળવાય તેવા કોઈ પ્રયાસ થતાં નથી? આદ્યાત્મિક જાગૃતિ માટે હંમેશ દુર્લક્ષ્ય સેવવામાં આવે છે તેની પાછળ બે મોટા પરિબળો કામ કરે છે. (1) મૂડીવાદ અને (2) સંસ્થાવાદ. 

મૂડીવાદીઓ પાસે અખૂટ સાધનો છે જેની વૃદ્ધિ કરવા માટે તેમને ઘણા કામદારો જોઈએ છે. જો માણસો આદ્યાત્મિક રીતે જાગૃત થઈ જાય તો તેઓ પોતાના લક્ષ્ય માટે કામે લાગી જાય બીજાના લક્ષ્યની પુર્તિ માટે તેઓ તૈયાર થાય નહીં. આ જ પ્રમાણે કોઈ એક હેતુ માટે જ્યારે સંસ્થા બને છે ત્યારે બીજા હેતુ વિષે જાગૃતિ ન ફેલાય તેવી તરકીબો અજમાવવામાં આવે છે. 

need to know spirituality4