આમ આપણી પોતાની ઈચ્છિત બાબતો વિશેના તરંગો અને બીજાઓ એ પ્રભાવિત કરેલ તરંગોની લહેરો વચ્ચે કાયમ ગજગ્રાહ જેવું ચાલ્યા કરે છે. આ પ્રક્રિયામાં લહેરો ના સંચાલન બાબત વ્યક્તિગત પ્રવીણતા અને જાગૃતિ, સંસ્થાગત પ્રવીણતા સામે કાચી પડે છે. આ કારણે જ આપણે વ્યાપારીક, ધાર્મિક, રાજકીય પ્રચારના આસાનીથી શિકાર બનીએ છીએ. આવા પ્રચારમાં મનોવિજ્ઞાન, NLP, Subliminal વગેરે તરકીબોનો ઉપયોગ થતો હોયછે. 

આપણી વાસ્તવિકતા ને બાહ્ય પરિબળો પ્રભાવિત કરે છે તેની સાથે સાથે કેટલીક આંતરિક બાબતોનો પણ પ્રભાવ હોય છે. આપણી ઈચ્છા અને નિર્ણયોની સફળતા આવી કેટલીક આંતરિક બાબતો ઉપર નિર્ભર હોય છે જેની ઉપર આપણો સભાન કાબુ હોતો નથી. આવી બાબતોને આપણે અદ્રષ્ઠ કે અવ્યક્ત કહીએ છીએ - જ્યાં સુધી આ બાબતો વિષે જ્ઞાન થાય નહિ ત્યાં સુધી આપણી સફળતા પરાધીન કે અનિશ્ચિત રહેવાની તે બાબત સમજી શકાય તેવી છે. 

આ અવ્યક્ત બાબતોમાં પ્રારબ્ધ, શુદ્ધ આત્મા નો આ જન્મ વિષે નો હેતુ, પૂર્વજ, ભૂત-પ્રેત, માનવ સિવાયની ચેતનાઓની હરકતો, આત્મિક સાથીઓનો હસ્તક્ષેપ વગેરે હોય છે. આવા બધા અવ્યક્ત પરિબળો વિષે જાણકારી આદ્યાત્મિક જ્ઞાન થી મેળવી શકાય છે. 
મનુષ્ય જીવનના જુદા જુદા આયામ છે અને આ બધા આયમો પર સંતુલિત વિકાસ થાય કે દરેક આયામમાં વ્યક્તિ કાર્યરત રહે તે સ્વસ્થ અને અર્થસભર જીવન માટે ખૂબ મહત્વનુ છે. 

need to know spirituality3