invisible troubles 2



તમે જ્યારે તમારી આંખની તબિબી તપાસ કરાવવા જાઓ છો ત્યારે તમને નીચે આપેલ ચિત્ર બતાવવામાં આવ્યું હશે.. 

તમે આ ગોળાકારમાં લખેલ 26 નો આંકડો વાંચી શકો છો પણ જેમને આંખની ખાસ રંગ પારખવાની ક્ષમતામાં ખામી Colour Blindnessહોય તેઓ આ ચિત્રમાં આંકડો પારખી શકતા નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે 26 નો આંકડો આ ચિત્રમાં તો છે જ. જેમ અહી વ્યક્તિની જોવાની ચક્ષુ ઇંદ્રિયની ખામી ને કારણે જે વાસ્તવમાં છે તેવી બાબત પણ તેના માટે અવ્યક્ત થઈ જાય છે તેવી જ રીતે બીજી અનેક બાબતો હોવા છતાં તે ઇંદ્રિયોની પહોંચની બહાર હોવાથી આપણા માટે અવ્યક્ત બની રહે તે સ્વાભાવિક છે.

વળી આપણી ઇન્દ્રિયોની પરખ ક્ષમતા ઉપર શરીર અને વાતાવરણમાં થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારની પણ અસર થાય છે. જેમ કે તમે બરફનો ટુકડો થોડીવાર મોંઢામાં રાખ્યો હોય અને પછી કોઈ ચીજ ખાવ છો તો તેનો સ્વાદ બરાબર પરખાતો નથી.









Comments