into unknown3હવે આપણે એ સમજી શકીશું કે જીવન ને ઉદાત્ત રીતે જીવવા સામે જે પરિબળો અવ્યક્ત રહી અવરોધ ઉભો કરતા હોય તે જોઈ  જાણી શકીએ, તેમનો સામનો કરી શકીએ તે માટે આપણે ચેતનાના અન્ય આયામ ઉપર કાર્યશીલ બનવું જરૂરી થઈ જાય છે. 

જ્યારે આપણે મનોચેતનાના બીટા તરંગો થી મંદ તરંગોમાં એટલે કે થેટા તરંગો ના આયામ ઉપર ઉતરીએ છીએ ત્યારે અતીતની દુનિયામાં ડોકિયું કરી શકીએ છીએ. આપણી માન્યતાઓ, ડર, ફોબિયા, ક્રોનિક બીમારીઓ વગેરે માટે કારણભૂત ઘટનાઓ ની યાદ અહીં સંગ્રહિત હોય છે. અર્ધજાગૃત મન માં રહેલ અતીત ની આ સ્મૃતિઓ નું જ્ઞાન થાય ત્યારે જાગૃતમનથી જે કોઈ કાળે ઉકેલી શકાય નહિ તેવા કોયડા ઉકેલી શકાય છે. આ અવસ્થામાં હયાત જીવનના અતીત ની સાથે સાથે પૂર્વજન્મ ની ઘટનાઓ પણ જાણી શકાય છે. કેટલાય મૂંઝવતા પ્રશ્નો ના જવાબ અહીંથી આપણે મેળવી શકીએ છીએ. જેમ કે :-

સારું શું છે ને ખોટું શું છે તે જાણ્યા પછી અને નિર્ણય કર્યા પછી પણ સારું કેમ અપનાવી શકાતું નથી અને ખોટું કેમ છોડીદઈ શકાતું નથી?
તબિબી પરીક્ષણ માં કોઈ કારણ ન પકડાય તેમ છતાં કેમ અમુક પીડાથી આપણે મુક્ત થઇ શકતા નથી?

કોઈની સાથે સાવ સરળ રહીએ તોય કેમ મિત્રતા થતી નથી અને કોઈની ઉપર વગર કારણે હેત કેમ થઇ આવે છે?

દેખીતિ રીતે કાઈ ખોટું કર્યું હોય નહિ અને છતાં કેમ જાત જાતની આધી, વ્યાધી, ઉપાધિઓ આપણો છેડો છોડતી નથી?Comments