into unknown2એવી મનોચેતના જેને જ્ઞાનેન્દ્રિય ની ક્ષમતા માં સમાવેશ થાય તેવા સ્પંદનો સાથે અને તેમાથી અનુભવેલ બાબતો ની સ્મૃતિ સાથે નિસ્બત છે તેને આપણે Conscious Mind, Logical Mind, ચેતન મન, તાર્કિક મન કે જાગૃત મન કહીએ છીએ. 

મનોચેતના જેને જ્ઞાનેન્દ્રિય ની ક્ષમતા ઉપરાંતના સ્પંદનો સાથે અને ચાલુ જીવનના અનુભવેલ બાબતો ઉપરાંતની સ્મૃતિ સાથે નિસ્બત છે તેને આપણે Subconscious, અર્ધ ચેતન મન, કે અચેતન કે અર્ધજાગૃત મન કહીએ છીએ. મનોચેતના ની આ અવસ્થા માં જે સ્મૃતિ હોય છે તે ભૂતકાળમાં કે પૂર્વ-જન્મ માં ઘટિત બાબતો વિષેની હોય છે. 

આપણી ચેતના ની સંવેદના માત્ર ભૌતિક જીવન ની ઘટનાઓની સ્મૃતિ સુધી મર્યાદિત હોતી નથી. અચેતન મન ની વળી એક વધુ સૂક્ષ્મ અવસ્થા હોય છે જ્યાં ભૌતિક જીવન ઉપરાંત - એટ્લે કે મરણ પછીની અને જન્મ પહેલાની અવસ્થામાં અનુભવ કરેલ ઘટનાઓ ની સ્મૃતિ હોય છે. મનોચેતના ની આ અવસ્થા કે આયામ ને આપણે Super-conscious એટ્લે કે અતિમનસ કહીશું.

ચેતના ના તરંગો brain-waives પ્રમાણે જોઈએ તો ચેતન મન જાગ્રત અવસ્થામાં બીટાતરંગો Beta waves મારફત કાર્ય કરે છે. આ તરંગો ધીમા થતા જાય અને આલ્ફા Alpha waves થાય . ધ્યાન અને Relaxation દરમાયન આ અવસ્થા હોય છે. 

Brain waves જ્યારે આલ્ફાથી પણ વધુ ધીમા પડી જાય ત્યારે તેને થેટા Theta waves કહેછે. આ હિપ્નોટિક ટ્રાન્સ અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં જાગ્રત મન સુષુપ્ત થાય છે જ્યારે અજાગ્રત મન ક્રિયાશીલ થાય છે. 

થેટા Theta જ્યારે વધુ ધીમા પડી જાય ત્યારે Superconscious અતિમનસ જાગૃત થાય છે.

Superconscious અવસ્થા થી પણ આગળની અવસ્થામાં ડેલ્ટા Delta waves હોય છે.આ અવસ્થામાં ચેતન મન ઊંઘી જાય છે અને સ્વપ્નાવસ્થા કહે છે. Comments