into unknown
અવ્યક્તને સમજવાની જરૂર શું છે?અવ્યક્ત પરિબળો ની સમજૂતી આપણે આગળ જોઈ ગયા. અહીં આપણે અવ્યક્તમાં પ્રવેશવાની વાત કરીશું. 

અંદરથી અને બહારથી આપણી ચેતના ના સંસર્ગમાં આવતાં વાઇબ્રેશન્સ ને આપણે સમજીએ - પારખીયે ત્યારે જે તે પદાર્થ કે સંવેદના આપણાં માટે વ્યક્ત થાય છે તેમ કહી શકાય. તે સિવાયની બાબતો અવ્યક્ત રહે છે. 

આપણે સહુ જેને ' જગત ' કહીએ છીએ તે સઘળું ખરેખર તો આપણી મનોચેતના ની સાધારણ અવસ્થામાં જ્ઞાનેન્દ્રિયોની સીમામાં આવતા તરંગો અનુસાર વ્યક્ત થયેલ બાબતો હોય છે. પરંતુ આપણી ઇન્દ્રિયોની પહોંચમાં ન હોય - તેની ક્ષમતાથી ઉપર હોય તેવા વાઇબ્રેશન્સ પણ જગતમાં છે જે આપણા માટે વ્યક્ત નથી એટલે કે અવ્યક્ત છે.

બુદ્ધિગમ્ય ચેતના આપણા દૂન્વયી અસ્તિત્વ માં મન રૂપે પ્રગટ થાય છે જેને આપણે મનોચેતના ના નામથી ઓળખીએ છીએ. જુદા જુદા સ્તર (frequencies) ના સ્પંદનો નો અનુભવ કરવાની તેની ક્ષમતા અનુસાર આ મનોચેતનાના વિવિધ આયામ હોય છે. આ જુદા જુદા આયામો પર કામ કરતી મનોચેતનાને આપણે ચેતન મન, અચેતન મન અને ઉચ્ચતર મન કે અતિમનસ કહીએ છીએ. Comments