આધ્યાત્મિકતા જેને આપણે વ્યવહારિક આધ્યાત્મિકતા કહી શકીએ - તેની સાધના માટે અગાઉ શીખી લીધેલ ઘણી ચાલાકીઓ અને ક્રિયા-કલાપોને છોડવા પડશે. 

અર્થપૂર્ણ જીવન જીવવું તો સાવ સરળ અને સુલભ છે. ખરેખર તો સામાન્ય માણસ માટે ભારે ભરખમ સિદ્ધાંતો કે ભેદ ભરમ યુક્ત ક્રિયા કલાપોનું કોઈ ઔચિત્ય નથી ઉલટાનું આ બધી ક્રિયાઓ અગ્નિથી ધુમાડો અલગ ફંટાય તેવું બનવા જોગ છે. 

આપણે આધ્યાતિક બાબતો ની સરળ વ્યાખ્યા કરીને જ આગળ વધવું રહ્યું જેથી પ્રચલિત ત્રુટીઓ આપણી સાર્થક આદ્યાત્મ સમજવાની અને અપનાવવાની યાત્રામાં ઘુસી જાય નહીં.

આપણે આપણા પ્રચલિત આધ્યાત્મિક જ્ઞાન, રૂઢિઓ, ગ્રંથો, ક્રિયા-કાંડો, ગુરુઓ અને દર્શન ની મર્યાદાઓને સમજવી પડશે અને તેને ટીકા ને બદલે આપણી અર્વાચીન સ્થિતિમાં તેની ઉપયોગીતા મુલવણી ની દ્રષ્ટીએ જોઈએ તે જરૂરી છે. 

મારે નમ્ર ભાવથી કહેવું છે કે વર્ષો ની અંગત શોધ-ખોળ ને અંતે મે અનુભવ્યું છે કે ભારતીય આધ્યાત્મ, ખાસ કરીને હિન્દુ ધાર્મિક આદ્યાત્મ દર્શન આજે જે સ્વરૂપમાં જોવા મળે છે તેમાં ઘણી ભેળસેળ થઈ ગઈ હોવાના પુરતા કારણો અને પ્રમાણ છે. 

દરેક ધર્મના પાયામાં આધ્યાત્મિક સિદ્ધાંતો હોય છે અને તે રીતે જોઈએ તો સનાતન વેદિક ધર્મમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પડેલ છે. વેદિક સંસ્કૃતિ જે કાળમાં પ્રચલિત હશે તે સમયે આધ્યાત્મિક જ્ઞાનની ગંગા ભારતમાં વહેતી હશે તેમાં કોઈ સંશય નથી. પરંતુ ત્યાર બાદ વેદિક સંસ્કૃતિ ઉપર બાહ્ય સંસ્કૃતિના ઘણા પ્રહારો થયા. 

ધર્મને બચાવવા માટે તો ક્યારેક જ્ઞાન ના રહસ્યને પોતાના કૂળ સિવાય અન્યના હાથમાં જતું રોકવાની સંકીર્ણ મનોવૃત્તિ ને કારણે મૂળ ગ્રંથો સાથે ગંભીર છેડછાડ કરાયેલા જોવા મળે છે. દરેક ને વિચાર અને પોતાનો મત રજૂ કરવાની સ્વતંત્રતા અને અન્યના વિચારને પ્રસારની મોકળાશ આપીને વેદ-સંહિતા પછી ઉપનિષદ અને પછી પુરાણ અને વિદ્વાનો ની ટીકા થતાં થતાં આજે એ પરિસ્થિતી છે કે આપણો ધર્મ સનાતન ધર્મ છે (હિન્દુ ધર્મ નથી) તે પણ આપણે ભૂલી ગયા છીએ. 

વેદિક શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં સૂત્ર-બદ્ધ થયેલ છે. આ સાહિત્ય નું સ્વરૂપ આપણે સમજવું જરૂરી છે. આ જ્ઞાન ઋષિમૂનીઓ એ પોતાના શિષ્યોની મેધા ને ધ્યાનમાં રાખીને પીરસેલું છે. આપણા જેવા સામાન્ય જિજ્ઞાસુ માટે નથી. 

જેમ કોઈ વિદ્વાને પોતાના અનુયાયીઓને સાથે રાખીને જે તે વિષય ઉપર વિષદ ચર્ચા વિશ્લેષણ કર્યું હોય અને તે દરમ્યાન સમજવા અને યાદ રાખવા કોઈ તેના અગત્યના મુદ્દા નોંધી રાખે અથવા પ્રવચન આપતી વખત વિષય નો ક્રમ જળવાઈ રહે તે માટે મુદ્દા લખેલ કાગળ પ્રવચકે હાથમાં રાખ્યો હોય તેવું સ્વરૂપ આ સૂત્રો નું છે. આ સંસ્કૃતના સૂત્રોને યથાર્થ ભાવથી સમજવાની આપણી ત્રેવડ ન હોય તે સ્વાભાવિક છે. 

વધારામાં ભારતીય આધ્યાત્મિક જ્ઞાનનો કોઈ વ્યવસ્થિત પાઠયક્રમ નથી. કયું શાસ્ત્ર ક્યારે લખાયું છે તે બાબત ઘણી વિસંગતતાઓ જોવા મળે છે. 

ગુરુ-શિષ્ય પરંપરા માં એક વિચારધારાવાળી શાખાએ પ્રસ્તુત કરેલ દર્શન બાબત અન્ય પ્રણાલી ના આનુયાયીઓ દ્વારા ઉણપો બતાવવાના હેતુથી ટીકાની રચના થતી - વળી તેના જવાબમાં મૂળ વિચારધારા કેવી રીતે વધુ સત્ય અને સંપૂર્ણ છે તે બતાવવા નવું વિશ્લેષણ રજૂ થતું જોવા મળે છે. 

આ વાદ-વિવાદમાં રચાયેલ અનેક ભાષ્યો આપણને જોવા મળે છે. હવે જો જિજ્ઞાસુના હાથમાં કોઈ વચ્ચેના ગાળામાં રજૂ થયેલ ગ્રંથ આવી જાય તો મૂળ દર્શન અને તેના સંપૂર્ણ ખામી રહિત વિકસિત થયેલ રૂપથી વંચિત રહી જાય તેમાં શક નથી. 

આ એક વાસ્તવિક્તા છે કે આપણામાના ઘણાખરા જિજ્ઞાસુઓ નો માર્ગ ભૂલ-ભૂલૈયા માંથી પસાર થવા જેવો હોય છે. શાસ્ત્રો ની ટીકાઓમાં જે તે પંથ કે શાખાના વિશીષ્ટ શબ્દો ની યથાર્થ સમજૂતી માટે અનેક ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કરવો જરૂરી બની જાય છે. 

જેઓ જૂના પ્રચલિત આદ્યત્મિક સિદ્ધાંતોને પોતાની બુદ્ધિ વિવેક વડે ચકસ્યા વિના સ્વિકારી લેવા જેવો Dogmatic Approach છોડવા તૈયાર હોય તેમણે સૌથી પહેલું કામ એ કરવું પડે કે આદ્યાત્મ વિશેના વિચારોને નાના નાના પ્રશ્નો માં વિભાજિત કરી પછી તેના જવાબો મેળવવા પ્રયાસ કરવો અને તે પછી જોવું જોઈએ કે જિજ્ઞાસને મદદરૂપ થાય તેવી કોઈ રૂપરેખા બને છે ? કે તૈયાર કરી શકાય તેમ છે? 

મારા અંગત પ્રયાસોમાં આદ્યાત્મ સમજવા માટે કવાયતના રૂપમાં જે કાંઈ મનોમંથન થયું તેને અહીં થોડા વ્યવસ્થિત રૂપ માં મુકવાનો પ્રયાસ કર્યો છે. 

(1) આદ્યાત્મ એટલે શું ?

(2) આદ્યાત્મ જાણવાની ને તેને વ્યવહારમાં ઉતારવાની જરૂર શું છે ?

(3) શું આદ્યાત્મિક હોવું ને ધાર્મિક હોવું અલગ છે? 

(4) શું આદ્યાત્મિક હોય તે ગંભીર ને ઉદાસીન વ્યક્તિ જ હોય ?

(5) એક સામાન્ય માણસ માટે કેવી આદ્યાત્મિકતા ઉપયોગી થઈ શકે ? 

(6) મોક્ષ કે નિર્વાણ ની જંખના કેટલી વ્યાજબી ?

(7) સ્વર્ગ નરક કે પરમધામ એટ્લે શું?

(8) બ્રહ્માંડ નાયક જેવી કોઈ સત્તા છે ? અને હોય તો તે આપણા ઈશ્વર વિશેના અનુમાનો સાથે કેટલું સામ્ય ધરાવે છે ? 

(9) શું ઈશ્વર સાથે ફરી એકાકાર થવું એ આદ્યાત્મિકતા નું લક્ષ્ય હોઇ શકે ?  •  આધ્યાત્મ એટલે શું ?  
preface