eternal life4 • વિકાસના છઠઠ્ઠા તબક્કામાં આત્મા માસ્ટર શ્રેણી માં હોય ત્યારે ગાઢો વાદળી રંગ ધારણ કરે છે.
 • જોકે spirit વર્લ્ડમાં કોઈને નાના તરીકે જોવામાં આવતા નથી. 
 • આપણે સહુ હાલમાં જે કક્ષાએ છીએ ત્યાંથી ઉચ્ચ જવા પ્રયત્ન કરી રહ્યા હોઈએ છીએ.
 • સ્પીરીટ વર્લ્ડ માં શ્રેણીઓ હોય છે પરંતુ ત્યાં ઉમદા સહ્રદયતા અને સંવાદિતા જોવા મળે છે - દુન્વયી વ્યવસ્થામાં જોવા મળે તેવી ઉચ્ચ અધિકાર અને શ્રેષ્ઠતા નું ગુમાન ત્યાં હોતું નથી. 
 • અહીં દરેકને પોતપોતાની પસંદગી ની સ્વતંત્રતા કાયમ મળે છે - વ્યક્તિગત ક્ષમતાનાં આદર સાથે જવાબદારીઓ નક્કી થાય છે અધિકાર કે વધુ સક્ષમ હોવાની ગુરુતા ગ્રંથી થી નહિ.
 • સરળ કે કઠીન પાઠ શીખવા અંગે દરેક આત્માને પોતાની ઈચ્છા મુજબ જન્મ લેવાની સ્વતંત્રતા હોય છે - spirit વર્લ્ડમાં આરામ કરવો હોય તો તે પણ છૂટ હોય છે - નવો જન્મ લેવા કે આત્મિક મિત્રોના ગ્રુપની કોઈ યોજનામાં ભાગ લેવા કોઈ દબાણ હોતું નથી. 
 • મૃત્યુ પછી અંગત કારણોસર પૃથ્વીના અસ્ટ્રાલ આયામ ઉપર જેમને રહેવાની ઈચ્છા હોય તેમને તેટલો સમય ત્યાં રહેવા દેવાય છે - આત્મિક માર્ગદર્શક આવા આત્માને spirit વર્લ્ડ માં લઇ જવા કોઈ ઉતાવળ કરતા નથી. 
 • દરેક આત્માને પોતાનો રોલ ઉમદા રીતે અદા કરવાની ખેવના રહે છે - વિકાસ કરીને પોતાના સર્જક સ્ત્રોતને મળવાની ભાવના ખાસ પ્રોત્સાહક બળ બને છે.
 • દરેકને જન્મ ધારણ કરવાની તક મળે તે બાબત કૃતઘ્ન ભાવ હોય છે.
 • એકાદ બે જન્મ પછી આત્માને ઉચ્ચ ગુણ ધારક આત્મિક કમિટી સાથે મુલાકાતની તક મળે છે અહીં આત્માએ કરેલ ભૂલ વિષે વાત થાય છે અને વધુ સારો વ્યવહાર કેવી રીતે કરી શકાય તે બાબત માર્ગદર્શન મળે છે. આ કમિટી ના સભ્યો લગભગ સર્જનહાર જેવા જ હોય છે. અહી ઉચ્ચ કક્ષાનાં દિવ્ય જ્ઞાન ની અનુભૂતિ થાય છે. 
 • બીજો જન્મ લેતા અગાઉ અનેક સંભવિત માનવ શરીર અને તેના ભાવી જીવન વિષે જાણકારી અને ચકાસણી કરવાની તક મળે છે. 
 • પાછલા જન્મોમાં જે ગુણ વિકસાવવાની ઓછી તક મળી હોય તેવા ગુણ વિકાસ કરવાના હેતુ થી આત્મા ઓછા વિકસિત શરીર અને જેતે ગુણ બાબત પડકાર વાળા ભવિષ્ય વાળી જિંદગી પસંદ કરે છે. 
 • જ્યાં સુધી પોતાની પસંદગી નું શરીર અને જિંદગી મળે નહિ ત્યાં સુધી આત્મા સ્પીરીટ વર્લ્ડમાં રહે છે. 
 • જરૂરી નથી કે આત્મા પૃથ્વી પરનું જીવન જ પસંદ કરે - અન્ય આયામ ઉપર અવતાર લેવાનું પણ પસંદ કરી શકે છે. 
 • એક વાર જન્મ લેવાનું પસંદ કરી લેવામાં આવે ત્યાર બાદ પસંદ કરેલ જીવન બાબતની પૂર્વ તૈયારી માટે તાલીમ અપાય છે. 
 • આ તાલીમમાં આવનાર જીવન ની મહત્વની ઘટનાઓ બાબત અને મુખ્ય આત્મિક સાથીના મિલન બાબત જાણકારી અપાય છે. 
 • છેવટે નવા જન્મ માટે જતા અગાઉ સ્પીરીટ વર્લ્ડના આત્મિક મિત્રોને આપણે હંગામી ગુડ બાય કરીએ છીએ 
 • જે માતાની કુખે જન્મ લેવાનો હોય તેનો ગર્ભ લગભગ ૩ માસનો થઇ જાય એટલે આત્મા તેમાં પ્રવેશી તેના મગજ ઉપર પોતાના ગુણ સેટ કરેછે. આ સંયોજન થી નવા જન્મનાર વ્યક્તિ ના વ્યક્તિત્વના ગુણ રોપાય છે