eternal life2



  • અરસ-પરસ ઋણાનુંબંધ ધરાવતા એવા આત્મિક મિત્રો જેઓ જે તે જીવનના અભ્યાસક્રમ માં પસંદ કરેલ ગુણ શીખી/શીખવી શકે તે કક્ષાએ વિકાસ પામી ચુક્યા હોય તેઓ યોગ્ય સમય સંજોગોમાં આવી મળે છે
  • જે તે જન્મ ના સંજોગો ચેતનાએ અનુભવ કરીને શીખવા માટે પસંદ કરેલ અભ્યાસક્રમને અનુરૂપ હોય છે. 
  • ઘટનાઓ માંથી સર્જાતી વિષમતાઓ પ્રત્યે દૂખ કે વીતરાગ નો અનુભવ કરવાને બદલે તેમાંથી શું પદાર્થપાઠ વરતાય છે તે જોવા-સમજવાનો અભિગમ ઘડાય છે જેથી સંજોગોની સાર્થકતા સ્વીકારી જીવનને માણવાનું સરળ થાય છે. 
જીવન અનંત છે. 

આ એક જ સત્ય આપણે બરાબર પચાવી શકીએ તો જીવનના અનેક ઉદ્વેગો નું ખુબ આસાનીથી શમન કરી શકીએ છીએ.

આપણી કોઈ ઈચ્છા હોય, તેની પૂર્તિ માટે આપણે ખૂબ પરિશ્રમ કર્યો હોય અને સફળતા ન મળે તો નાસીપાસ થવાની શું જરૂર છે ? 
  • જીવન તો અનંત છે, બીજા જન્મમાં તેનું ફળ મળશે..!! 

કોઈ મિત્ર કે સ્વજન, જેના માટે તમને બેહદ પ્રેમ હોય પણ તમે છૂટા પડી ગયા.. ગભરાવાની જરૂર નથી.. 
  • જીવન તો અનંત છે - ફરી પાછા મળવાનું થવાનું જ છે..!
મૃત્યુ આપણને કોઈ મિત્ર/સગાથી કે આપણા કોઈ મનોરથ થી છૂટા પાડતું નથી તે તો આપણને વધુ સારી રીતે સફળ થવાની તક આપે છે. 

અનેકવિધ જીવન 

આપણી ચેતના જુદા જુદા સ્થળ સમાજ, ધર્મ વગેરેનો અનુભવ લેવા અને તેમાં વિદ્યમાન વિશિષ્ટ ગુણ શીખવા અનેક જન્મ લઇ ચુકી છે અને ચેતનાની આ જીવન યાત્રા અવિરત ચાલુ રહે છે.

જે ગુણ શીખવા તરફ ચેતના આકર્ષાય તે માટે જરૂરી હોય તો લિંગ પણ બદલાય છે. સ્ત્રી અને પુરુષ રૂપમાં જુદા જુદા સમાજમાં જુદા જુદા ગુણ ધારણ કરવાની ક્ષમતા અને સાનુકુળતા જુદી હોવાથી આવું કરવું જરૂરી બની જાય છે.

Comments