eternal life

    
                                                                                                 જીવનનો મૂળ હેતુ અને 
મૃત્યુ પછી અને બીજા જન્મની વચ્ચેના તબક્કા વિષે 



જીવનને ઉન્નત બનાવે તેવી આદ્યાત્મિકતા સમજાવતા કેટલાક અમુલ્ય પુસ્તકોમાંથી Many Lives; Many Masters અને Journey of the Souls આ બે પુસ્તકોના સારસભર છતાં સરળ સિદ્ધાંતો અહીં આપેલ છે. જોકે મારી ભલામણ છે કે દરેક જિજ્ઞાસુએ આ પુસ્તકો જરૂર વાંચવા કારણ કે જુદા જુદા અનુભવના સ્તરે તેમાથી જુદો સાર તારવી શકાય છે.

આ પુસ્તકો કલ્પિત સાહિત્ય નથી પરંતુ હિપ્નોટીક ટ્રાન્સ અને મરણ નજીકના અનુભવો (Near Death Experiences) ના કેસ રેકોર્ડ માંથી જુદા જુદા માણસોએ કરેલ વર્ણનમાં આવતા સામાન્ય (common) તથ્યો આધારિત છ. 

આપણા આધ્યાત્મિક શાસ્ત્રોની તુલનામાં અહીં ઘણું ઉપયોગી જ્ઞાન મળે છે. ખાસ વાત એ પણ છે કે મેં અંગત રીતે આમાંની કેટલીક બાબતો અનુભવેલ છે તે કારણે હું આ જ્ઞાન ને વધુ યથાર્થ માનું છું. તમે પોતે પણ હિપ્નોટિક ટ્રાન્સ નો અનુભવ કરી તેની યથાર્થતા ચકાસી શકો છો : :

Mani Lives, Many Masters

Dr. Brian Weiss


જીવનનો મૂળ હેતુ વિવિધ ગુણ કેળવવાનો - શીખવાનો છે.


  • આ હકીકત સમજી લેવાથી આપણે ઉચ્ચ ગુણ શીખવા માટે સજાગ થઇ શકીએ છીએ
  • પ્રતિકુળ ઘટનાઓ બાબત કચવાટ કરવામાં સમય બગાડવો પોસાય નહિ - સંજોગો શું નવી બાબત શીખવે છે તે તરફ ફોકસ કરવાનું સરળ બને છે. 
  • દરેક જન્મ લેતા અગાઉ જે તે જીવનકાળમાં શું શીખવાનું છે એટલે કે અભ્યાસક્રમ ચેતના પોતે નક્કી કરે છે 
  • જીવનમાં જે કાઈ ઘટિત થાય છે તે પોતે પસંદ કરેલ પર્યાયને કારણે છે તે જાગૃતિ આવવાથી પ્રતિકુળતા સહન કરવાનું સહજ બની જાય છે. 
  • અભ્યાસક્રમ પોતાની પસંદગી હોવાથી જે કાઈ ઘટનાઓ બને તે માટે અન્ય ઉપર દોષારોપણ કરવામાંથી બચી જવાય છે. 
  • દરેક જીવનકાળના અભ્યાસક્રમમાં ચેતના પોતે જે ગુણ શીખવાના નક્કી કરે તેનું ધોરણ અગાઉ શીખી ચુક્યા હોઈએ તેનાથી ઉચ્ચ કક્ષાનું રાખે છે. 
આ બાબત બુદ્ધિગમ્ય છે શીખવાનો મૂળભૂત અર્થ જ એવો હોય છે કે અગાઉ કરતા કઈક ઉચ્ચ, કઈક નવીન શીખવું. આ બાબત ને આપણે સામાન્ય રમત ગમતની સ્પર્ધા સાથે જ્યારે સરખાવીએ ત્યારે વધુ સ્પષ્ટ સમજ કેળવાય છે.

એક રમત ખેલાડી જો સ્વાભાવિક રીતે પાંચ ફૂટ લાંબો કુદકો મારતો હોય તો તે ૬ ફૂટ લાંબો કુદકો મારવાની સ્પર્ધામાં ઉતરે અને સફળ થાય ત્યારે જ તેને ખુશી અને સંતોષ થાય છે. 

પાંચ ફૂટ લાંબો કુદકો મારતો હોય તે ખેલાડી ૬ ફૂટ લાંબો કુદકો મારવાની સ્પર્ધામાં ઉતરે તે અગાઉ તે અભ્યાસ કરશે આ અભ્યાસમાં વધુ લાંબુ કુદવામાં સ્નાયુ ખેંચાય અને પીડા થાય છે તેવું જ ઉચ્ચ ગુણ વિકસાવવા બાબત થાય છે. આ વાત સમજવાથી જીવન ની પીડા જીરવવાનું આસન થઇ જાય છે.