અધ્યાય ૬

ચિત્ત નિરોધ

શ્રીભગવાન બોલ્યા:

ફળનો આશરો છોડી કરે કર્તવ્યકર્મ જે, 
તે સંન્યાસી તથા યોગી, ન જે નિર્યજ્ઞ, નિષ્ક્રિય. ૧/૬


સંન્યાસ જે કહે લોકે, તેને તું યોગ જાણજે;
વિના સંકલ્પને છોડ્યે યોગી થાય ન કોઇયે. ૨/૬

યોગમાં ચઢવા કાજે કર્મ કારણ તો કહ્યું;
યોગે સિદ્ધ થયેલાને શાંતિ કારણ તો કહ્યું. ૩/૬

જ્યારે વિષયભોગે કે કર્મે આસક્ત થાય ના,
સર્વ સંકલ્પસન્યાસી, યોગસિદ્ધ થયો ગણો. ૪/૬


આપને તારવો આપે, આપને ન દુબાડવો;
આપ જ આપનો બંધુ, આપ જ શત્રુ આપનો. ૫/૬


જીતેજે આપને આપ,તે આત્મા આત્મનો સખા જો અજિતેલ આત્માતો વર્તે આત્માજ શત્રુ શો ૬/૬

શાંતચિત્ત જિતાત્માનો પરમાત્મા સમધિમાં
ટાઢે-તાપે સુખે-દુ:ખે, માનાપમાનમાં રહે. ૭/૬


જ્ઞાનવિજ્ઞાનથી તૃપ્ત, બ્રહ્મનિષ્ઠ, જિંતેન્દ્રિય, યુક્ત તેથી કહ્યો યોગી, સમલોષ્ટાશ્મકાંચન. ૮/૬

વા’લા,વેરી, સખા,મધ્ય,ઉદાસી દ્વેષ્ય નેસગા
સાધુ-અસાધુમાં જેને સાબુદ્ધિ, વિશેષ તે.
૯/૬

આશા-પરિગ્રહો છોડી, મનબુદ્ધિ કરી વશ,
યોગીએ યોજવો આત્મા, એકાંતે, નિત્ય, એકલા. ૧૦/૬

શુદ્ધ સ્થળે ક્રમે નાંખી દર્ભ, ચર્મ અને પટ,
ન બહુ ઊંચું કે નીચું સ્થિર આસન વાળવું. ૧૧/૬

કરીને મન એકાગ્ર, રોકી ચ્ત્તેન્દ્રિયક્રિયા
બેસીને આસને યોગ યોજવો આત્મશુદ્ધિનો. ૧૨/૬કાયા,મસ્તક ને ડોક સીધાં, નિશ્ચળ ને સ્થિર;
રાખવી દૃષ્ટિનાસાગ્રે, આસપાસ ન ભાળવું. ૧૩/૬

શાંતવૃત્તિ, ભયે મુક્ત, વ્રતસ્થ, મત્પરાયણ,
મનને સંયમે રાખી મુજમાં ચિત્ત જોડવું. ૧૪/૬

આપને યોજાતો યોગી નિત્ય આમ મનોજયી
પામેછે મોક્ષ દેનારી શાંતિ જે મુજમાં રહી ૧૫/૬

નહીં અત્યંત આહારે, ન તો કેવલ લાંઘણે,
ઊંઘ્યે જાગ્યેય ના ઝાઝે, યોગની સાધના થતી. ૧૬/૬

યોગ્ય વિહાર-આહાર, યોગ્ય પ્રવૃત્તિ કર્મમાં,
યોગ્ય જાગૃતિ ને નિદ્રા તો સીધે યોગ દુ:ખહા. ૧૭/૬

નિયમે પૂર્ણ રાખેલું ચિત્ત આત્મા વિષે ઠરે,
નિ:સ્પૃહ કામનાથી સૌ, ત્યારેતે યુક્ત જાણવો. ૧૮/૬

વાયુહીન સ્થળે જેમ હાલે ના જ્યોત દીપની,
સંયમી આત્મયોગીના ચિત્તની ઉપમા કહી. ૧૯/૬

યોગાભ્યાસે નિરોધએલું જ્યાંલે ચિત્ત વિરામને
જ્યાં પેખી આત્મથી આત્મા પામે સંતોષ આત્મમાં ૨૦/૬

જેમળ્યે અન્ય કો લાભ ન માને તે થકી વધુ;
જેમાં અર્હી ચળે ના તે મોટાંયે દુ:ખથી કદી. ૨૧/૬


દુ:ખના યોગથી મુક્ત એવો તે યોગ જાણવો;
પ્રસન્ન ચિત્તથી એવો યોગ નિશ્ચય યોજવો.૨૨/૬

સંકલ્પે ઊઠતા કામો સંપૂર્ણ સઘળા ત્યજી,
મનથી ઇન્દ્રિયોને સૌ બધેથી નિયમે કરી, ૨૩/૬

ધીરે ધીરે થવુ શાંત ધૃતિને વશ બુદ્ધિથી,
આત્મામાં મનને રાખી, ચિંતવવું ન કાંઇયે. ૨૪/૬
જ્યાંથી જ્યાંથી ચળી જાય મન ચંચળ,અસ્થિર,
ત્યાં ત્યાંથી નિયમે લાવી આત્મામાં કરવું વશ. ૨૫/૬

પ્રશાંત-મન, નિષ્પાપ, બ્રહ્મરૂપ થયેલ આ
શાંત-વિકાર યોગીને મળે છે સુખ ઉત્તમ ૨૬/૬

આમ નિષ્પાપ તે યોગી આત્માને યોજતો સદા,
સુખેથી બ્રહ્મ સંબંધી અત્યંત સુખ ભોગવે. ૨૮/૬

યોગે થયેલ યુક્તાત્મા સર્વત્ર સમદૃષ્ટિનો
દેખે સૌભૂતમાં આત્મા ને સૌ ભૂતોય આત્મમાં. ૨૯/૬

જે સર્વત્ર મ’ને દેખે, સર્વને મુજમાં વળી,
તેને વિયોગ ના મારો, મ’ને તેનોય ના થતો. ૩૦/૬

જે ભજે એકનિષ્ઠાથી સર્વ ભૂતે રહ્યા મ’ને,
વર્તતા સર્વ રીતેયે તે યોગી મુજમાં રહ્યો. ૩૧/૬

આત્મસમાન સર્વત્ર જે દેખે સમબુદ્ધિથી, 
જે આવે સુખ કે દુ:ખ, તે યોગી શ્રેષ્ઠ માનવો. ૩૨/૬

અર્જુન બોલ્યા:

સમત્વબુદ્ધિનો યોગ તમે જે આ કહ્યો મ’ને, 
તેની ન સ્થિરતા દેખું, કાં જે ચંચળ તો મન. ૩૩/૬

મન ચંચળ મસ્તાની, અતિશે બળવાન તે,
તેનો નિગ્રહ તે માનું વાયુ શો કપરો ઘણો. ૩૪/૬

શ્રીભગવાન બોલ્યા:

મન ચંચળ તો, તો, સાચે રોકવું કપરું અતિ,
તોય અભ્યાસ-વૈરાગ્યે તેને ઝાલવુ6 શક્ય છે. ૩૫/૬

આત્મસંયમ ના હોય, તો માનું યોગ દુર્લભ;
પ્રયત્નથી જિતાત્માને ઉપાયે શક્ય પામવો. ૩૬/૬

અર્જુન બોલ્યા :

અયતિ પણ શ્રદ્ધાળુ, યોગથી ભ્રષ્ટ ચિત્તનો,
યોગ સિદ્ધિ ન પામેલો તેવાની ગતિ શી થતી? ૩૭/૬

પામે નાશ નિરાધાર છૂટી કો વાદળી સમો,
બંનેથી તે થઇ ભ્રષ્ટ, ભૂલેલો બ્રહ્મમાર્ગને ? ૩૮/૬

મારોસંશય આ, કૃષ્ણ, સંપૂર્ણ ભાંગવો ઘટે, 
નથી આપ વિના કોઇ જે આ સંશયને હણે. ૩૯/૬

શ્રીભગવાન બોલ્યા:

અહીં કે પરલોકેયે તેનો નાશ નથી કદી;
બાપુ, કલ્યાણ માર્ગે કો દુર્ગતિ પામતો નથી. ૪૦/૬

પામી એ પુણ્ય લોકોને, વસીને દીર્ઘકાળ ત્યાં,
શુચિ શ્રીમાનને ઘેર જન્મ લે યોગભ્રષ્ટ તે. ૪૧/૬

વા બુદ્ધિમાન યોગીને કુળે જ જન્મ તે ધરે;
ઘણો દુર્લભ તો આવો પામવો જન્મ આ જગે. ૪૨/૬

ત્યાં એ જ બુદ્ધિનો યોગ મેળવે પૂર્વજન્મનો;
ને ફરી સિદ્ધિને માટે કરે આગળ યત્ન તે.
૪૩/૬

પૂર્વના એ જ અભ્યાસે ખેંચાય અવશેય તે;
યોગ જિજ્ઞાસુયે તેથી શબ્દની પાર જાય તે. ૪૪/૬

ખંતથી કરતો યત્ન દોષોથી મુક્ત તે થઇ,
ઘણા જન્મે થઇ સિદ્ધ તોગી પામે પરંગતિ. ૪૫/૬

તપસ્વીથી ચડે યોગી, જ્ઞાનીઓથીય તે ચડે,
કર્મીઓથી ચડે યોગી, તેથી યોગીતું, પાર્થ, થા. ૪૬/૬

યોગીઓમાંય સર્વેમાં જે શ્રદ્ધાળુ મ’ને ભજે,
મારામાં ચિત્તને પ્રોઇ, તે યોગી શ્રેષ્ઠ મેં ગણ્યો. ૪૭/૬


શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘ધ્યાનયોગ’ 
નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ